વેકેશનની મજા મઝધારે આવી પહોંચી છે 'અમારા જમાનામાં' આ શબ્દો તમે ઘણી વાર સાંભળ્યા હશે. વેકેશનનું પ્લાનિંગ તેના આવવાના ચાર-પાંચ મહિના પહેલા શરુ થઈ જતું એક જમાનો હતો ત્યારે ટી.વી. ચોવીસ કલાક સેવા આપતું ન હતું બધા કાર્યક્રમો પણ ખરેખર મનોરંજક આવતા ન હતા. ત્યારે વેકેશન સવાર- સાંજ ક્રિકેટ, બપોરે વાંચન અથવા ઇન્ડોર ગેમ્સ, રાત્રે ગીતો અને વાંચન આ કાર્યક્રમ લગભગ એંસી નેવુના દાયકાના એક્ટીવ વિદ્યાર્થીઓનો રહેતો. એમાં ય જો ઇતર વાંચન એની મુખ્ય હોબી હોય તો પછી પૂછવું જ શું ? મનગમતા પુસ્તકોનું માત્ર નિજાનંદ માટેનું વાંચન, આખા વરસનો માનસિક થાક ઉતારી નાખતું હજી પણ ગુજરાતીમાં સારા વિજ્ઞાાન પુસ્તકોની ખોટ સાલે જ છે. આ વાત તમને ત્યારે જ સમજાય જો તમે અંગ્રેજીમાં વિજ્ઞાાનને લગતા, ક્વોલીટીસભર પુસ્તકો તમને વાંચ્યા હોય. સ્વર્ણિમ ગુજરાતમાં ઉજવણી વખતે, માધ્યમોના રિપોર્ટ મુજબ વાંચનભૂખ ખૂબ જ ઉઘડી ચૂકી છે એવું પ્રતિપાદિત થઈ રહ્યું છે. વિજ્ઞાાન વાંચન કરવું હોય તો ? આ સવાલ હજી ઘણાને સતાવી રહ્યો છે. વેકેશનમાં વાંચવાલાયક અંગ્રેજીના તરોતાજા પુસ્તકોમાંથી કેટલાંક પુસ્તકો વિશે માહિતી અહીં આપી છે. આ યાદી દ્વારા અમારો ટેસ્ટ કેટલો ઉંચો છે એ સાબિત કરવાની કોઈ ઇચ્છા નથી. આ પુસ્તકોમાંથી કેટલાક પુસ્તકો વિશે માહિતી અહીં આપી છે આ યાદી દ્વારા અમારો ટેસ્ટ કેટલો ઉંચો છે એ સાબિત કરવાની કોઈ ઇચ્છા નથી. આ પુસ્તકો ખરેખર કેટલા અદ્ભુત અને ક્વોલીટી સભર છે તેનો ખ્યાલ તો તમને એકાદ પુસ્તક કે તેનું એકાદ પ્રકરણ વાંચીને આવશે ? ટેકનોલોજીના આ યુગમાં બેસ્ટ સેલર અને ચર્ચાસ્પદ પુસ્તકો ઇન્ટરનેટ ઉપર 'પીડીએફ' અને અન્ય ફોર્મેટમાં આસાનીથી ઉપલબ્ધ બની રહ્યા છે. કદાચ તકલીફ એ વાતની થાય કે પીસી અથવા લેપટોપના સ્ક્રીન ઉપર પુસ્તક વાંચન કરવા આપણે ટેવાયેલા નથી. ઘણા કોમ્પ્યુટરનો ઉપયોગ કરનારા ગર્વથી કહેતા હોય છે કે મને યાર સ્ક્રીન ઉપર પુસ્તક વાંચવનું ફાવતું નથી તેમને એક ખાસ ટકોર કે તમે કોમ્પ્યુટર ઉપર ચેટિંગ કરો કે સર્ફિંગ કરો ! કે પછી અન્ય ઉપયોગ કરો તમારી આંખો આખરે શું કામ કર છે ? ઓફ કોર્સ વાંચન. સ્ક્રીન રીડીંગની જરા ટેવ પાડો તો વાંચવાની મજા જ કંઈક ઓર આવશે શક્ય છે કે છેલ્લા એકાદ વર્ષમાં તાજા આવતા પુસ્તકો તમને ઉપલબ્ધ ન પણ હોય ! ઇન્ટરનેટ પર ખજાનો શોધવાની કોશિષ કરજો પછી એના વાંચનનો આનંદ બેવડાઇ જશે...! લેટ્સ સ્ટાર્ટ, વેકેશન વિજ્ઞાાન વાંચન....
અ પ્લેનેટ ઓફ વાયરસીઝ ઃ હાલના સાયન્સ લેખકોમાં શ્રેષ્ઠ લેખકોની યાદી બનાવવી હોય તો 'કાર્લ ઝીમર'ને જરૃર યાદ કરવા પડે. ૨૦૦૭માં સાયન્સ કોમ્યુનિકેશન એવોર્ડ વિજેતા 'કાર્લ ઝીમર'નું આ લેટેસ્ટ પુસ્તક છે. વાયરસની દુનિયામાં જ નહીં, આખો ગ્રહ આપણી સમક્ષ રજૂ થાય છે. આપણું શરીર માત્ર ૨૦,૦૦૦ જેટલા ઉમદા જનીનોનું બનેલ છે. તેની 'ડિફેન્સ સિસ્ટમ' એટલે કે રોગ પ્રતિકારક શક્તિને માત્ર અને માત્ર દસ જેટલા જનિનો અને પ્રોટીન કવચના બનેલા 'વાયરસ' ખોરવી નાંખે છે. તમને ખબર પણ ન પડે તેમ તમારા શરીરમંા તેમનું આખું ત્રાસવાદી સંગઠન ઉભું થઈ જાય છે અને... તમારું રામ નામ સત્ય થઈ જાય છે. વાયરસ વિશે ને રોચક અને રોમાંચક વાતો આ પુસ્તકમાં છે વર્લ્ડ ફેમસ બ્યુટીને લગતા પ્રસાધનો બજારમાં મૂકનાર લો'રીઅલે શરુઆત વાયરસ વેચીને કરી હતી જે બેક્ટેરીયાનો ખાત્મો બોલાવતા હતા. કાર્લ ઝીમર લખે છે કે આપણા ઓક્સિજન સપ્લાય માટે પણ વાયરસ જવાબદાર છે. મહાસાગરોમાં વસતા આ વાયરસોનું કુલ વજન (બાયો-માલ) સાડા સાત કરોડ બ્લ્યુ-વેલ્સના વજન જેટલુ છે.
ઇનસાઇડ જોક્સ ઃ મેથ્યુ હર્લી, ડેનિયલ ડેનેટ અને રેજીનાલ્ડ આડમ્સે આ પુસ્તક દ્વારા એ સાબિત કરવા પ્રયત્નો કર્યા છે કે, 'આપણે શા માટે હસીએ છીએ ?' ફ્રોઇડ કહે છે કે જોક્સ એ આપણી દવાઓની અસ્વસ્થતાને મુક્ત કરવામાં મદદ કરે છે. થોમસ હોબ્બસ માન છે કે, જોક્સ દ્વારા આપણે બીજા કરતા સુપરીયર હોવાનું ફીલ કરીએ છીએ. ઇમાન્યુઅલ કાન્ટના મતે, જોક્સ એ સેન્સ ઓફ સરપ્રાઇઝ પેદા કરે છે. મગજના વિકાસ અને માનવીય માનસિક ક્ષમતાના વિકાસ અને ઉત્ક્રાંતિના પરિપ્રેક્ષ્યમાં આપણી રમૂજોને વૈજ્ઞાાનિક દ્રષ્ટિકોણથી મુલવવાનો આ સુંદર પ્રયાસ છે. શું સાચું અને શું ખોટું એ વાત નક્કી કરવા માટે મગજમાં 'મેન્ટલ મોડેલ્સ' તૈયાર થતા રહે છે. વિશાળ બુટ પહેરેલો જોકર આપણા હાસ્યાસ્પદ અનુભવોની અનુભૂતિને આકાર આપે છે. લાંબા ગાળે આપણે લાગણીઓના બંધાણીઓ બની જઈએ છીએ. આપણે હવે 'ઓન ડિમાન્ડ' હાસ્ય અને જોક પીરસરનારી મગજને ચૂસવા માટેની પાઇપ કેન્ડી પૂરી પાડે છે. બ્રેઇન સાયન્સ અને સાયકોલોજીનો બેજોડ સંગમ.
ઇન શેડોઝ બ્રાઇટ એઝ ગ્લાસ ઃ જોન આટકીન તેની જિંદગી બદલી નાખે તેવી ઘટના બને તે પહેલાં કરોડરજ્જુની કસરતો કરાવનાર અને તેની સમસ્યાા દૂર કરનાર જાણીતો હતો તેના મગજની એક રક્તવાહિનીમાં સોજો આવતા, તેના અવાજને લગતી ચેતાઓને નુકસાન પહોંચ્યું અને.. અવાજ પ્રત્યે સહન ન થઈ શક તેટલી હદે તે સંવેદનશીલ બની ગયો. આ પરિસ્થિતિના ઉપાય તરીકે ડોક્ટરોએ તેને મગજના જોખમી ઓપરેશન કરવાની સલાહ આપી. શરુઆતમાં તો લાગ્યું કેજોન સારકીનને કરેલ સર્જરી સફળ નીવડી છે પરંતુ ધીમે ધીમે સમસ્યાઓ ઉભી થવા લાગી. એક દિવસ અચાનક તેને ભારે સ્ટ્રોક (રક્તજ મુર્ચ્છાનો અક્ષમ બનાવનાર ઓચિંતો હુમલો) લાગ્યો. દિમાગને મોટો ઝાટકો લાગ્યો તે જ્યારે 'કોમા'માંથી બહાર આવ્યો ત્યારે તેનું માનસિક વિશ્વ બદલાઈ ચૂકયું હતું. હવે તેને કલામાં વધારે પડતો રસ પડવા લાગ્યો હતો. પેઇન્ટીંગ બનાવવાની અદમ્ય ઇચ્છાઓ થઈ આવતી હતી. છેવટે તેણે પોતાનો આર્ટ સ્ટુડિયો ખોલી નાખ્યો અને જે સપાટી 'પેઇન્ટીંગ' કરવા યોગ્ય લાગે તે બધાની ઉપર તેણે પોતાનો હાથ અજમાવી જોયો. પત્રકાર એમી એલીસનેટ, જોન સારકીન્સની જીવન કથામાં વધારાના પરિમાણો ઉમેર્યા છે. ન્યુરો સાયન્સનો ઇતિહાસ, ન્યુરોફ્રીજીયોલોજી, મનુષ્યની દ્રશ્ય ક્ષમતા, કલા અને માઇન્ડ ફિલોસોફીને સહજતાથી કથામાં વણી લીધા છે.
ઝુ સીટી ઃ બ્રિટનનો પ્રસિદ્ધ આર્થર સી ક્લાર્ક એવોર્ડ દક્ષિણ આફ્રિકન લેખક લોરેન બ્યુકને મળે છે ઝુ સીટી તેની બીજી સાયન્સ ફીક્શન નવલકથા છે ૨૦૦૯માં તેની પ્રથમ નવલકથા 'મોક્ષીલેન્ડ' પ્રસિદ્ધ થઈ હતી. ઝુ સીટીને એવોર્ડ મળતાં ઘણા વિવાદો શરુ થયા છે. નવલકથા જ્હોનીસબર્ગ, કેપટાઉનની ગ્લોબ દુનિયાને લગતી છે. શહેરીકરણ એક માનવ સંગ્રહાલયમાં ફેરવાઈ ગયું છે. અપરાધ જગતને પાશ્વિક પ્રાણી સંગ્રહાલયને સમાંતર નવાજવામાં આવ્યું છે. સાયન્સ ફીક્શનની ખરી મજા તેને માણવામાં છે આ ફિક્શન ઇયાન મેકડોનાલ્ડની ધ ડેવિસ હાઉસ, પેટ્રીક નેશની મોનસ્ટર ઓફ મેન, ટ્રીસીયા સુલીબાનની લાઇટબોર્ન રિચાર્ડ પાવર્સની 'જનરોસીટી' અને ટીમ પાવરની 'ડીકલેર' સાયન્સ ફીક્શનને બાજુમાં રાખીને ઝુ સીટી વિજેતા ફિલ્મ બનેલ છે.
ઇન ધ બીગ પલ્સ ઃ પુસ્તક મનુષ્યની પાણી માટેની ગ્લોબલ 'તરસ' અને ગ્લોબલ વોટર ક્રાઇસીસને લગતી છે. આપણે બોટલ્ડ વોટર માટેના પૈસા ચૂકવીએ છીએ. થોડા ઘૂંટડા ભરીએ છીએ અધૂરી બોટલ કારમાં ભૂલી જઈએ છીએ. બીજા દિવસે અધૂરી બોટલનું પાણી આપણને પીવાલાયક નથી લાગતું અને આપણે તેને ફેંકી દઈએ છીએ. પાણી પ્રત્યોનો આ આપણું વિરોધાભાસી વલણ અને સીનારીયો દુનિયામાં લગભગ બધે જ સરખો છે. ભગવાન મહાવીર સદીએ પહેલા કહી ગયા હતા કે 'પાણીને ઘીની માફક વાપરો' બધાને ખબર છે કે પાણી અમૂલ્ય છે છતાં તેને વેડફી નાખતી વખતે તેના મૂલ્ય કે કિંમત આપણને નડતી નથી. વહેતા નળના પાણી કરતાં બોટલમાં ભરેલ મીનરલ વોટર વધારે કિંમતી છે. જે પાણી પ્રત્યેની આપણી બેદરકારી દર્શાવે છે. પુસ્તકના લેખક ચાર્લ્સ ફીશરમેન ઓસ્ટ્રેલિયાના દુકાળથી માંડીને છેવાડાના સરોવરોમાં ઉતરતા જતા પાણીના લેવલની અનોખી સ્ટોરી આપણી પાણીની ગ્લોબલ પ્યાસ બુઝાવવા માટે આલેખે છે.
ધ સીલીકોન જંગલ ઃ સીલીકોન શબ્દ સાંભળતા જ તમને ખ્યાલ આવી ગયો હશે કે પુસ્તક કોમ્પ્યુટર જગત સાથે સંકળાયેલું હશે. કોમ્પ્યુટરના ગ્લોબલ નેટવર્ક અને ઇન્ટર્નલની ડેટાબેઝની કથાને સાયન્સ ફીક્શનમાં સુમીત બહુતુજાએ વણી લીધી છે જેટલીવાર આપણે 'ગુગલ' દ્વારા માહિતી શોધીએ છીએ એટલીવાર આપણે રસ અને રુચિને અનુસાર ઓનલાઇન સર્વીસવાળા પોતાની જાહેરખબર ગોઠવી નાખે છે. મફતમાં મળતી માહિતી અને સેવાઓ ઉપર આપણે કેટલો ભરોસો રાખી શકીએ ? તેમની વિશ્વસનીયતા કેટલી ? નવલકથાનો પ્રમુખ અવાજ આ સવાલની આજુબાજુ ઘુમરાય છે. ગુગલ ઉપરથી પ્રેરણા લઈ કલ્પના કથામાં 'યુબાટુ' કંપની નવલકથાના કેન્દ્રમાં છે. સુમીત બાલુજા ગુગલના સિનિયર રીસર્ચ સાયન્ટીસ્ટ તરીકે કામ કરે છે એટલે નેચરલી... તેમનો અનુભવ અને પ્રેરણા 'ગુગલ'થી તરબોળ રહેવાની જ. કલ્પના કથાને આધુનિકતાનો ઓપ મળે ત્યારે કેવી દીપી ઉઠે છે ! હવે વાત જ્યારે ગુગલની નીકળી છે ત્યારે ગુગલને લગતું ઓરીજીનલીટી ધરાવતા પુસ્તકને કઈ રીતે ભૂલી શકાય ?
ઇન ધ પ્લેક્સ ઃ સ્ટીવન લેવીનું પુસ્તક ઇન્ટરનેટના જાયન્ટ સર્ચ એન્જિનની જનેતા 'ગુગલ' અને તેની પાછળના વ્યક્તિઓની આસપાસ ફરે છે. 'ગુગલ'ની આંતરિક દુનિયામાં ડોકિયું કરવું હોય તો આ પુસ્તક વાંચવું જ રહ્યું. અસામાન્ય માણસો તેમના અદ્રશ્ય કામ વડે, સામાન્ય માણસો ઉપર કેવો અદ્ભુત પ્રભાવ છોડી જાય છે તે 'ગુગલ'ને આભારી છે. ગુગલનું મિશન છે કે, 'વિશ્વના માહિતી સ્રોતને સંગઠિત ૂૂકરી વૈશ્વિક લેવલે બધા જ લોકો માટે ઉપલબ્ધ કરાવવો. ધ્યેય પાછળ રહેલ ઇન્ફર્મેશન ક્ષેત્રે ગુગલની આર્થિક મોનોપોલીનું ચિત્ર આપણી નજર સમક્ષ ઉપસ્થિત થતું નથી. આજે દુનિયાના ઇન્ટરનેટ માર્કેટ ઉપર ગુગલનો ૮૦ ટકા કબજો છે. ગ્લોબલ એડવર્ટાઇઝીંગ, વિડિયો, મોબાઇલ, અને ડેટા માર્કેટ ઉપર પણ તેની પક્કડ છે. ગુગલના આંતરિક માળખામાં કામ કરનારા સાથે સતત ત્રણ વર્ષના વાર્તાલાપ બાદ આ પુસ્તકનો જન્મ થયો છે.

ઓલટાઇમ ગ્રેટ એન્ડ બેસ્ટ સાયન્સ બુક્સ
૧. | ઑન ધ ઓરીજીન ઑફ સ્પીર્સીઝ | પાલ્સ ડાવર્ટન |
૨. | ધ શેલ્ફીશ જીન | રિચાર્ડ ડોકીન્સ |
૩. | વન ટુ થ્રી.. ઇન્ફીનીટી | જ્યોર્જ ગેમોવ |
૪. | ધ ડબલ હેલીક્ષ | જેમ્સ વોટસન |
૫. | વોટ ઇઝ લાઇફ | ઇરવીન શ્રોડીન્જર |
૬. | ધ કોસ્મીક કનેક્શન | કાર્લ સેગાન |
૭. | સાયલન્ટ સ્પ્રિંગ | રાયેલ કાર્લસન |
૮. | ગેઇયા- અ ન્યુ લુક એટ લાઇફ ઓન અર્થ | જેમ્સ લેવલોક |
૯. | ધ ઇન્ટયુરેશન ઓફ ડ્રીમ્સ | સિગ્મંડ ફ્રોઇડ |
૧૦. | ધ વેરાયટીઝ ઓફ રિલીજીઅન એક્સપરીઅન્સ | વિલિયમ જેમ્સ |
૧૧. | અ બ્રિફ હિસ્ટ્રી ઑફ ટાઇમ | સ્ટીફન હોકીંગ |
૧૨. | ગન્સ, જર્મ્સ એન્ડ સ્ટીલ | જેર્ડ ડાયમંડ |
૧૩. | ધ એલીગન્ટ યુનિવર્સ | બ્રિઆન ગુટન |
૧૪. | સાયન્સ - પાથ વે ઓફ ડિસ્કવરીઝ | ઇવાન એમાટો |
૧૫. | પાલ બલ્પ, ડોટ | કાર્લ સેગાન |
૧૬. | ફ્યુચર- ઇવોલ્યુશન | પિટર ડગ્લાસ વોર્ડ |
૧૭. | પેરેસાઇડ રેક્સ | કાર્લ ઝીમર |
૧૮. | ધ ડાન્સિંગ વુલી માસ્ટર્સ | ગેરી ઝુકાવ |
૧૯. | ધ તાઓ ઓફ ફીજીક્સ- ફ્રાન્સ | ફ્રાયા |
૨૦. | ધ વર્લ્ડ એઝ આઇ સી ઇટ | આલ્બર્ટ આઇન્સ્ટાઇન |
૨૧. | અ શોર્ટ હિસ્ટ્રી ઓફ નિયર્લી એવરીથીગ | બિલ બ્રાયસન |
૨૨. | ધ એન્સેર્પ્સ ટેલ | રિચાર્ડ ડોકીન્સ |
૨૩. | ૧૦૦ ગ્રેટેસ્ટ ડિસ્કવરીઝ ઓફ ઓલટાઇમ | હાન્ડેલ હેવન |
૨૪. | ઇક્વીનોક્ષ બુક ઓફ સાયન્સ | સંકલન ચેનલ ફોર |
૨૫. | ધ ન્યુક્લીયર બેરોન્સ | પિટર પ્રીન્ગલ અને જેમ્સ સ્પીજેલ માન. |
SOURCE : GUJARAT SAMACHAR
No comments:
Post a Comment